નેહડો ( The heart of Gir ) - 59

(34)
  • 3.4k
  • 2
  • 1.8k

પ્રિય વાંચકો, પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો ઢગલા બંધ પ્રેમ મને એસએમએસ, ફોન કોલ, whatsapp અને માતૃભારતી પર પ્રતિભાવ રૂપે મળ્યા. મને તમે આટલો ઝનૂનથી વાંચતા હશો એ મને ખબર નહોતી. હું જ્યારે નવલકથા "નેહડો (The heart of Gir)"લખતો હતો ત્યારે હું ગીર સાથે ઓતપ્રોત થઈ ગયો હતો. પરંતુ તમે પણ વાંચતા વાંચતા ગીર સાથે આટલા બધા ઓતપ્રોત થઈ જશો તેવી મને ખબર નહોતી. મારી વાર્તામાં બહુ આંટીઘૂટી કે સસ્પેન્સ આવતું ન હતું. તે એકધારી સરળ શૈલીમાં ગીર સાથે ગૂંથાતી જતી હતી. જેમ જેમ વાંચકો વધતા ગયા અને વાર્તાનો અંત નજીક આવતો ગયો તેમ તેમ હું મૂંઝાતો