ચોર અને ચકોરી - 29

(18)
  • 3k
  • 1
  • 1.6k

(કાંતુએ મેઘલાને મોટર ઊભી રાખવા કહ્યુ "મેઘલા ઘડીક મોટર ઊભી રાખ આની હારોહાર આપણેય હળવા થઈ જાયી.) હવે આગળ વાંચો... મેઘલાએ ઘનઘોર જંગલમા મોટર ઊભી રાખી. કાંતુ. કાંતુના બે સાથી અને કેશવ. એમ ચાર જણા મોટરમાથી ઉતર્યા. નીચે ઉતરીને કાંતુએ મેઘલાને સાદ કર્યો. "અલ્યા. તારે નથ હળવા થવુ?" "ના બાપુ. મને નથ લાગી. તમતમારે પતાવો." મેઘાલાએ કાંતુના સવાલનો મોટરમા બેઠાબેઠા જ જવાબ દીધો. કાંતુ અને એના બેવ સાથી એક એક ઝાડ પાસે ઉભા રહી ગયા. અને કેશવ એ ત્રણેયથી ઉંધી દિશામા ચાલ્યો તો કાંતુએ એને તતડાવ્યો. "ન્યા ક્યા જાસ? આય અમારી પંગતમાં ઉભોરે." ઉસ્તાદ કેશવે ઉત્તર આપ્યો. "તમારી પંગતમા ઉભા