શરીર પણ ઈશ્વરની ઓળખ છે..! સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કેલિફોર્નિયા (યુ.એસ.એ.)માં સાયકોન્યૂરોઇમ્યુનોલોજિસ્ટ તરીકે ડૉ. વિલિયમ ફ્રાય થઇ ગયેલા. માનવ શરીરના વાણી, વર્તન અને વિચારની મગજ ઉપર શું અસર થાય, અને તેને કારણે શરીરની ઇમ્યુન સિસ્ટીમમાં જે ફેરફાર થાય તે અંગે તેઓએ સંશોધન કરેલું. કહેવાય છે કે, ૧૯૬૦ના વર્ષમાં તેમને એક નવાઈ ભર્યો અનુભવ થયેલો. તેઓએ પોતાના માનસિક રોગોના દર્દીઓને અલગ અલગ સમયે રૂમમાં બેસાડી તેમને ફક્ત આનંદ આપવા લોરેલ હાર્ડિ, ચાર્લી ચેપ્લીન. અને થ્રી સ્ટુજીસ જેવી હાસ્યરસિક ફિલ્મો અને ટેલીવિઝન પર આવતા કોમેડી કાર્યક્રમો રોજ બતાવેલા. તેમણે જોયું કે બધા જ દર્દીઓ ફિલ્મ જોઈને ખૂબ હસતા હતા. થોડા સમય પછી તેઓ ને આનંદ એ