યારી@વિદ્યાનગર.કોમ - 8

  • 2.4k
  • 1
  • 1.3k

પ્રકરણ-૮ બીજું સેમેસ્ટર પતી ગયું અને હવે ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ કર્યા પછી અને સિનિયર બની ગયા પછી બધાં જ મિત્રો ખૂબ જ આનંદિત હતા. પરંતુ હજુ ત્રીજું સેમેસ્ટર શરું થયું એને માત્ર ચાર દિવસ જ વીત્યા હતા. પરંતુ હજુ સુધી મિલી કોલેજે આવી ન હતી. સમીરની નજર ચાર દિવસથી મિલીને જ શોધી રહી હતી. આજે પાંચમો દિવસ હતો. સમીરથી મિલીનો આ વિરહ બિલકુલ સહન થઈ રહ્યો ન હતો. એનું ધ્યાન ભણવામાં પણ લાગી રહ્યું ન હતું. એની નજરો સમક્ષ વારંવાર મિલીનો ચેહરો જ તરવરી ઉઠતો. સમીરની આવી હાલત જોઈને મનીષ, લવ અને ભાવિ પણ હવે તો ખરેખર ચિંતામાં મુકાઈ ગયા