પ્રકરણ-૪ બધાં લેક્ચરમાં ધ્યાન આપી રહ્યાં હતાં. સર ખૂબ જ સરસ ભણાવી રહ્યાં હતાં અને સૌને મજા પણ આવી રહી હતી. અને ભણવામાં રસ પણ પડી રહ્યો હતો. એ ટુ ઝેડ સર ટોક્સિકોલોજીનો વિષય ભણાવી રહ્યાં હતાં. ધીમે ધીમે બધાં આ નવા વાતાવરણમાં સેટ થતાં જતા હતાં. પહેલો દિવસ તો આમ જ પૂરો થઈ ગયો. બીજા દિવસે નવા આવેલા વિદ્યાર્થીઓની એમના સિનિયરોએ વેલકમ પાર્ટી રાખેલી હતી. અને એ વેલકમ પાર્ટીમાં એમનું રેગિંગ પણ લેવામાં આવ્યું. પણ સિનિયરોએ કોઈને ખરાબ લાગે એવું રેગિંગ ન લીધું પણ દરેકને પોતાના શોખ વિશે પૂછ્યું અને એ પ્રમાણે એ લોકોની પ્રતિભા ખીલે એવા ઈરાદાથી એમનું