યારી@વિદ્યાનગર.કોમ પ્રકરણ-૧ વલ્લભ વિદ્યાનગર એટલે વિદ્યાનું નગર. ગુજરાતમાં જો વિદ્યા પ્રાપ્ત કરવા માટેનું જો કોઈ સૌથી વધુ સારું નગર હોય તો એ વલ્લભ વિદ્યાનગર જ. ભાઈકાકા એ વસાવેલું એ નગર. ગામમાં પ્રવેશ કરીએ એટલે ભાઈકાકાની મોટી મૂર્તિ જોવા મળે ને એની ફરતે એક સર્કલ. એટલે એ ભાઈકાકા સર્કલ તરીકે ઓળખાય. આમ જોઈએ તો ચરોતરના પટેલોનું એ ગામ. પૈસા ખૂબ ત્યાંના પટેલો પાસે. અને એ સિવાયની વસ્તી સાવ પછાત. એકબાજુ અમીરી અને બીજી બાજુ ગરીબી પણ એટલી જ. આજે પણ હજુ ત્યાં કોલસા થી ચાલતી ઈસ્ત્રી જોવા મળે. ઈ.સ. 2007 ની સાલની આ વાત છે. આ ગામમાં તમને સૌથી વધુ જો