ભેદ ભરમ - ભાગ 18

(33)
  • 5k
  • 1
  • 3.1k

ભેદભરમ ભાગ-18 જાસૂસી દાવ ઉપર સુરેશ પ્રજાપતિએ પોતાના મુખ પર આવેલા અણગમાને દૂર કરી મુખ ઉપર થોડું સ્મિત લાવી બોલ્યા હતાં. "જો ઇન્સ્પેક્ટર સાહેબ, મારી પત્ની જ્યોતિ આધ્યાત્મિક રીતે ખૂબ ઊંડી સાધના આ સમયગાળા દરમ્યાન કરતી હોય છે. તમને થોડું અજુગતું લાગશે પરંતુ તમે એને કશો પ્રશ્ન પૂછો તો એના શરીરમાં રહેલી માતાજીની શક્તિ ઘણીવાર જાગ્રત થઇ જતી હોય છે અને એ પોતાની જાત ઉપર એ કંટ્રોલ રાખી શકતી નથી અને ધુણવા લાગે છે. તમને કદાચ મારી વાત સાંભળી અજીબ લાગે પરંતુ એનામાં જ્યારે માતાની શક્તિ જાગ્રત થાય ત્યારે એ જે કંઇપણ બોલે છે એ મારા માટે સાચું પડે છે.