ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "શું બાલા મની ને બહાર ક્યાંક..." સ્નેહા કહી રહી હતી એનું વાક્ય કાપીને સુમિતે કહ્યું. "ના સ્નેહા એની લાશ ઓફિસમાંથી મળે એ જ જરૂરી હતું. એની લાશ, એની સાથે મળીને કંપનીને બરબાદ કરવાનું ઇચ્છનાર લોકોને એક સંદેશો હતો કે, બધા લોકો પર કંપનીની નજર છે સુધરી જાઓ નહીં તો તમારા હાલ પણ આવા જ થશે." "પણ એના કારણે આપણે આઈ મીન તું મુસીબતમાં મુકાઇશ સુમિત, મેં તપાસ કરાવી છે એ ગણપત રાજુ કોઈ પણ કેસ હાથમાં લે તો પૂરો કરે જ છે એ કોઈ