ભેદ ભરમ - ભાગ 17

(29)
  • 4.3k
  • 2
  • 2.5k

ભેદભરમ ભાગ-૧૭   ધીરજભાઈના ખૂનની તપાસ   પ્રેયસે આપેલા શંકાસ્પદ નામોથી ધીરજભાઈના ખૂનની તપાસ શરૂ કરવી જોઈએ. એવું ઇન્સ્પેકટર પરમારનું માનવું હતું. પ્રેયસ શંકાસ્પદ વ્યક્તિઓના નામો આપી ઘરે જવા માટે નીકળી ગયો હતો કારણકે ધીરજભાઈના સગાંસંબધીઓ બધા પ્રેયસને અને સુધાબેનને આ દુઃખની ઘડીમાં સાથ આપવા માટે આવવાનાં હતા. “ઇન્સ્પેકટર સાહેબ, સૌથી પહેલા તો ધીરજભાઈનું ખૂન કેમ થયું? એ મુદ્દો સમજવો જરૂરી છે. મારી દ્રષ્ટિએ ધીરજભાઈના ખૂન પાછળ બે આશય હોઈ શકે. પહેલો આશય સોસાયટીની જમીનનો હોઈ શકે છે. જો સોસાયટીની જમીન ધીરજભાઈના ખૂનનું કારણ હોય તો સોસાયટીના દરેક સભ્ય અને સુરેશ પ્રજાપતિ ધીરજભાઈના ખૂની હોવાના શંકાના ઘેરામાં આવે. અને બીજો