ભેદ ભરમ - ભાગ 16

(29)
  • 4k
  • 3
  • 2.5k

ભેદભરમ ભાગ-૧૬ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ માં કંપાવનારું સત્ય   બીજા દિવસે બપોરે હરમને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ધીરજભાઈનો શું આવ્યો એ જાણવા ઇન્સ્પેકટર પરમારને ફોન કર્યો હતો.           ઇન્સ્પેકટર પરમારે હરમનને બોપલ પોલીસ સ્ટેશને પોસ્ટમોર્ટમના આવી ગયેલા રિપોર્ટ બાબતે માહિતગાર કરવા બોલાવ્યો હતો. હરમન અને જમાલ બંને બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પ્રેયસ ઇન્સ્પેકટર પરમારની કેબીનની બહાર બેઠો હતો.           “ઇન્સ્પેકટર પરમાર કોઈ બહેન સાથે અંદર વાતચીત કરી રહ્યા છે. હમણાં અંદર બોલાવશે એવી સુચના મને હવાલદારે આપી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ શું આવ્યો એ આપને ખબર છે?” પ્રેયસે હરમનને પૂછ્યું હતું.           હરમન અને જમાલ પ્રેયસની જોડે બેન્ચ ઉપર બેસી ગયા હતા.