ચોર અને ચકોરી - 28

(11)
  • 3.5k
  • 1
  • 1.8k

(જીગ્નેશે ચપળતાથી શેરડીનો સાઠો મોટરસાયકલના પૈડામા ભરાવ્યો અને તેજ ગતિથી દોડતી મોટરસાયકલ રસ્તો ભુલીને ખેતરમા ઘુસી ગઈ) .. હવે આગળવાંચો.. "ચકોરી તુ દાદા ની મદદ કર ને હુ આ લોકો ની થોડીક ખબર લઇ લવ" ચકોરી મેહેર દાદા ને મદદ કરવા દોડી. અને જીગ્નેશ શેરડી નો તૂટેલો સાઠો લઇ ને ખેતર માં ઘુસ્યો. બાઈક ઉપર થી પડેલા બેમાથી એક.માજી સરપંચ પશાપટેલ નો દીકરો રમેશ હતો. અને બીજો એનો ભાઈબંધ જસ્સો હતો. બેઉં જણા કપડાં ખંખેરતા અને ભૂંડા બોલી ગાળ્યુ દેતા ઉભા થયા. ત્યાં સામે હાથમા સાઠો લઈને જીગ્નેશ ઉભો હતો.રમેશ ધૂંધવાતા સ્વરે બરાડ્યો. "તારી જાત્યના હમણાં તારી ખબર લઉ ઉભો