વચેટ વહુ

  • 4.2k
  • 1
  • 1.7k

તારીખ : ૨૧-૦૨-૨૦૨૨ બાજુવાળાં મણિમાસીને ત્રણેય દીકરાઓ ઉપર ખૂબ જ ગર્વ. મોટો જીતેશ. સાવ અઢારમે વર્ષે તેને તેર વર્ષની જ્ઞાતિની, ખોરડે અને મોભે ગરીબ પણ તન અને મનથી અતિ રૂપાળી જયશ્રી જોડે પરણાવી દીધેલો. તેનાં સંસારની વાત ફરી કો'ક વાર કરીશ. સૌથી નાનો હિતેષ, જયશ્રી ભાભીથી એકવર્ષે મોટો પણ જવાબદારીમાં તેમનાં બે વર્ષ ના દીકરાનેય ડાહ્યો કહેવડાવે એવો. પણ, હમણાં આપણે હિતેષની વાત પણ નથી માંડવાની. આજે વાત માંડીશું મણિમાસીના વચેટ દીકરા જયમલની. જયમલ મોટાભાઈ જીતેશથી હંમેશ ડરે. નાના જેવો બેફિકર નહીં. થોડો મૂંગોમંતર. તે મણિમાસી અને ભીખાકાકા, અરે, તમે પૂછો તે પહેલાં જ કહી દઉં. ભીખાકાકા એટલે મણિમાસીના કપાળના