હાથ માણસાઈ નો..

  • 2.8k
  • 3
  • 1.1k

આરામ ખુરશી માં બેસીને પોતાની જિંદગીમાં આવેલા અનેક વળાંકો વિશે તે કંઈક વિચારી રહ્યા હતા.હસતા, મુસ્કુરાતા રમણીકભાઇ આજે કંઈક અલગ જ દુનિયા માં હતા.મંદ મંદ હવા તેનાં શરીર ને ઠંડક પહોંચાડતી હતી તેનાથી તેને સારું ફીલ થઈ રહ્યું હતું. તેના વિચારો નાં ભવંડર વંટોળ માં રહી રહીને બસ એકજ નામ આવતું હતું અને એ હતું "પ્રેમ"....રમણીકભાઇ સ્વભાવે કડક, એકલતા જ તેનો સાથી, એકલતા ને કારણે તે વાત વાતમાં ગુસ્સે થઈ જાય એટલે તેને કોઈ બોલાવતું નહીં, તેનો દીકરો અને વહુ પણ તેમનાં આવાં વર્તન ને કારણે વિદેશ રહેવા લાગ્યા..દીકરા નો ક્યારેય કોઈ મેસેજ કે ફોન ના આવતો. તેમને આ વાત