મોજીસ્તાન - 96

(19)
  • 3.2k
  • 1.4k

મોજીસ્તાન (96) હુકમચંદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી પછી તરત જ હુકમચંદ જીવિત મળી આવ્યો છે એ સમાચાર વાયુવેગે આખા પંથકમાં ફેલાઈ ગયા.ધારાસભ્ય ધરમશી ધંધુકિયા તરત જ ધસી આવ્યા હતા.હુકમચંદને પોલીસ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી પણ હુકમચંદે 'મને કંઈ જ ખબર નથી.મને કંઈ યાદ નથી.' નું રટણ ચાલુ રાખ્યું.ધરમશીએ એને વધુ હેરાન કરવાની ના પાડી એટલે કેસ બંધ કરવામાં આવ્યો.એટલે હુકમચંદનું અપહરણ એક રહસ્ય બનીને રહી ગયું. રણછોડને પશવાએ ખુમાનસંગનો ફોન આવ્યો હોવાની વાત કરી હતી.પણ એને પોલીસે ઉઠાવી લીધો હોવાથી તપાસનો રેલો રણછોડ સુધી આવ્યો હતો.નાથુ અને જોરાવરને ખુમાનસંગ પાછળ લગાવવામાં આવ્યા હતા પણ ચાલાક ખુમાનસંગ નાસી ગયો હતો.