તલાશ 2 - ભાગ 16

(53)
  • 3.7k
  • 5
  • 2k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  સાંસદશ્રીના ઘરે પાર્ટીનો માહોલ જામ્યો હતો. ખાસ આમંત્રિતોને બોલાવવામાં આવ્યા હતા. એમના બંગલાની બહાર પાર્કિંગમાં ડ્રાઈવરનું ઝુંડ જમા થયું હતું. શેખના મેનેજરને લઇ અબ્દુલ પહોંચ્યો કાર પાર્ક કરી અને કહ્યું. "ખાલિદ સાહેબ તમે બહાર  આવો એટલે મને કોલ કરજો હું ગાડી ગેટ સુધી લઇ આવીશ." "ભલે," કહી ખાલિદ રવાના થયો અબ્દુલે પોતાના ખિસ્સા ફંફોસ્યું.એક અત્યાધુનિક મોબાઈલ બહાર કાઢીને રેકોર્ડિંગ ઓન કર્યું અને જાળવીને પોતાના શર્ટની અંદર પહેરેલા ખીસા વાળા ગંજીમાં એ ફોન મુક્યો. હાઈ રેન્જ ધરાવતા એ ફોનમાં શર્ટ ઉપરાંત સ્વેટર પહેર્યું હોય તોયે આજુબાજુના 7-8