હાસ્ય લહરી - ૮

  • 3.6k
  • 1.6k

  રસીલા બાથરૂમ સિંગરો                                   ભારતના ઘર ઘર શૌચાલય યોજનામાં ફાયદો એ થયો કે, ઘર-ઘર રૂમની સાથે બાથરૂમોમાં અને બાથરૂમ કરતાં ‘બાથરૂમ-સિંગરો’ માં ખાસ્સો જુવાળ આવ્યો. જે લોકો અત્યાર સુધી સરકારી શૌચાલયોનો કે ‘ચોરે-ચૌટે’ ગાવાનું જોખમ ખેડતા હતાં, એમણે ગૃહ-ઉદ્યોગની માફક ઘરના બાથરૂમ/શૌચાલયમાં સાધના કરવા માંડી. સરકારી શૌચાલયમાં તો જોખમ ખેડવા પડતાં. માંડ તાન છેડી હોય એમાં, અંદર બેઠેલો તો ગળું ખંખેરે જ, પણ બહારવાળો તો ઘરથી નીકળે ત્યારથી જ 'ખંખેરતો' આવે કે, ‘ઇતની શક્તિ હમે દેના દાતા, મનકા વિશ્વાસ કમજોર હો ના..!’  બે જણા ગળા ખંખેરે ત્યારે એક સેમ્પલ બહાર નીકળતો..! ઘરના બાથરૂમમાં આવી ધાંધલ જ નહિ, ખબર કે, હુમલા કરે તો ઘરવાળા જ કરવાના છે, રશિયાની માફક