ચલતીકા નામ ખાદી..! કોઈપણ રાષ્ટ્રીય પર્વ આવે એટલે, ખાદી-ભાષણ અને ઝંડો પ્રથમ યાદ આવે, બાકીનું રાબેતા મુજબ પછી ચાલ્યા કરે..! એવો કોઈ નિયમ નહિ, પણ સ્વાભાવિક છે કે, બેસણામાં લોકો સફેદ વસ્ત્રોના પરિવેશનો આગ્રહ રાખે. રાષ્ટ્રીય પર્વમાં ખાદીના વસ્ત્રોનું મહત્વ જરા ઊંચું..! બીજું કંઈ નહિ માણસ જરા રાષ્ટ્રવાદી અને પાંચ જણામાં ભપકેદાર લાગે. ખાદી ધીરે-ધીરે એવી ઘર કરી ગઈ કે, ‘ચલતીકા નામ ગાડી’ ની માફક, 'ચલતીકા નામ ખાદી' નો એક મહાવરો બની ગયો. ચાલી તો ગાદી-દર્શન કરાવે, નહિ ચાલી તો