જુગ જુગ જિયો-રાકેશ ઠક્કરફિલ્મ 'જુગ જુગ જિયો' ને વધારે અપેક્ષા સાથે જોવામાં આવે તો નિરાશા મળે એમ છે. ફિલ્મમાં નવું કંઇ નથી અને રહસ્ય- રોમાંચ પણ નથી છતાં એક પારિવારિક અને સામાજિક ફિલ્મ તરીકે થોડું મનોરંજન આપતી હોવાથી થિયેટરમાં આનંદ આપી શકે છે. સાવ કંટાળો આપે એવી નથી એ પ્લસ પોઇન્ટ છે. સમીક્ષકોએ એક સામાન્ય ફિલ્મ ગણાવી છે. વરુણે 'જુગ જુગ જિયો' માં એક તરફ પત્નીથી પરેશાન અને બીજી તરફ પિતાથી પરેશાન 'કુકુ' ની ભૂમિકાને ભજવી જાણી છે. તેના ચહેરા પર એ પરેશાની દેખાય છે. અલબત્ત 'જુગ જુગ જિયો' ની જાન વરુણ ધવન નહીં પણ અનિલ કપૂર બની રહે છે.