મોજીસ્તાન (94) હુકમચંદે આંખ ખોલી ત્યારે એ વી.એસ.હોસ્પિટલની સ્પેશિયલ રૂમમાં હતો. ઘણા દિવસોથી એને ભૂખ્યો તરસ્યો રાખવામાં આવ્યો હોવાથી અને માર મારવામાં આવ્યો હોવાથી એ તદ્દન નખાઈ ગયો હતો. હુકમચંદે આંખ ખોલી કે તરત વીજળી, 'પપ્પા..આ...આ...' કહેતી એને ભેટીને રડવા લાગી.હુકમચંદની પત્નીની આંખોમાંથી પણ આંસુ વહેતા હતા.હુકમચંદે વીજળીના માથા પર હાથ ફેરવીને કહ્યું, ''બસ બેટા હવે હું આવી ગયો છું.ચિંતા કરવાની કે રડવાની જરૂર નથી. મારી આ દશા જેણે કરી છે એને હું આ વખતે જીવતો નહીં છોડું.." બરાબર એ જ વખતે રવિ અને સંજય ત્યાં આવી પહોંચ્યા. સંજયને જોઈ હુકમચંદ બેઠો થઈ ગયો"કેમ છો હુકમકાકા, હવે કેવું લાગે છે