An innocent love - Part 15

  • 2k
  • 1
  • 1k

પાછળના ભાગમાં આપણે જોયું કે...બધાને પોતાની આસપાસ વીંટળાઈ વળેલા જોઈ સુમન વધારે હરખાઈ ગઈ અને ઢીંગલીની રમત રમવા માટે બધાને સજ્જ કરી રહી. થોડી વાર પહેલા એકદમ શાંત લાગતો ક્લાસ બધાના શોરબકોર થી ગુંજી ઉઠ્યો."અરે બાળકો ચૂપ થઈ જાઓ અને બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ તો" બધાનું ધ્યાન રમતમાં ભંગ પાડનાર અવાજ તરફ ગયું, ત્યાં ક્લાસના દરવાજાની વચ્ચે ક્લાસ ટીચર ને ઉભેલા જોઈ ક્લાસ માં સોપો પડી ગયો.હવે આગળ.......પહેલીવાર ક્લાસમાં બાળકોના રડવાની જગ્યાએ આજે પહેલા ધોરણના નવા આવેલા બાળકોમાં મસ્તી ચાલી રહી હતી. ક્લાસ માં પ્રવેશતા જ બધા બાળકોને એક જગ્યાએ ટોળે વળેલા જોઈ વંદના બહેનને આજે ખૂબ આશ્ચર્ય થયું.