તલાશ 2 - ભાગ 14

(47)
  • 4.9k
  • 3
  • 2.6k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   નીતાનું દિલ ધકધક થતું હતું ફાઈવસ્ટાર હોટલ કે જે સેન્ટ્રલી એસી હતી એમાં એને પરસેવો ફૂટી નીકળ્યો હતો. 'ડેમ ઈટ મને કાલ રાતથી જ થતું હતું કે નિનાદ કોઈ મુશીબત માં છે હવે શું કરવું. લંડન એમ કઈ રેઢું નથી પડ્યું અને અને..ન જાઉં તો નિનાદને તો પપ્પાજી હજી 8-10 દિવસ શોધવાનો પ્રયાસ નહીં કરે.શું કરું? જાઉં તો મારી ઈજ્જત. ઓહ મારા જ મનમાં આ વિચાર આવતા હું ઉતરી ગઈ છું હું સમાજને શું મોં બતાવીશ. પપ્પાજી, જીજુ, દીદી, છોકરાઓની સામે