વસુધા - વસુમાં પ્રકરણ -43 વસુધા પીતાંબરને દિલાસો અને શાબ્દિક રીતે હૂંફ આપવા પ્રયત્ન કરી રહી હતી અને ત્યાં પીતાંબરની ખબર કાઢવા માટે ગામના સરપંચ મોટી ડેરીનાં ચેરમેન બધાં રૂમમાં પ્રવેશ્યા વસુધા એલોકોની આમન્યા રાખી ત્યાંથી ઉભી થઇ બાજુમાં ખસી ગઈ પછી રૂમમાં ગુણવંતભાઈ પુરુષોત્તમભાઈ ભાનુબેન પણ અંદર આવી ગયાં. સરપંચ અને મોટી ડેરીનાં ચેરમેને પીતાંબરની ખબર પૂછી આશ્વાસન આપ્યું. પીતાંબર એલોકો સામે જોઈ રહ્યો એની આંખમાં જાણે ફરિયાદ હતી. સરપંચ સારાં માણસ હતાં એ ગુણવંતભાઈનાં કુટુંબને વર્ષોથી જાણતાં હતાં એમણે કહ્યું ગુણવંતભાઈ જે થયું છે ખુબ ખોટું થયું છે આમાં પોલીસની તપાસ ચાલુ છે હું બધોજ સહકાર આપીશ