વસુધા - વસુમાં - પ્રકરણ -42

(65)
  • 5.6k
  • 4
  • 2.9k

વસુધા - વસુમાં પ્રકરણ -42   વડોદરાથી આવેલાં ન્યુરોલોજીસ્ટની સારવાર પછી બરાબર ત્રણ કલાકે પીતાંબરને હોંશ આવ્યો એણે સૌપ્રથમવાર જાણે આંખો ખોલી હોય એમ આંખનાં પોપચાં ધીમે રહીને ખોલીને રૂમની સીલીંગ તરફ જોઈ રહેલો. એની સારવાર અને દેખરેખ રાખી રહેલી નર્સ તરતજ બહાર દોડી ગઈ અને ડોક્ટરને ખબર આપી કે પેશન્ટે આંખો ખોલી છે એ ભાનમાં આવી ગયો છે. ડોક્ટર એમનાં આસીસ્ટન્ટ ડોક્ટર સાથે પીતાંબરનાં રૂમમાં આવ્યાં. પીતાંબરની આંખો ખુલ્લી હતી એ સીલીંગ તરફ એકીટશે જોઈ રહેલો એણે રૂમમાં પગરવ સાંભળ્યો એણે નજર એ તરફ કરી એણે ડોક્ટરને જોયાં અને કંઈક બોલવાનો પ્રયાસ કરી રહેલો પણ નિષ્ફળ ગયો. ડોકટરે એની