પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૩

(19)
  • 2.6k
  • 1.5k

શ્યામા અને શ્રેણિક ફરી એકબીજાના પ્રેમમાં ભીંજાઈ ગયા, તેઓની સાત વર્ષની સફળતાનો સફરનો અહી પૂરો થયો અને એમનાં જીવનનો સાંસારિક ભાગ શરૂ થયો, ઘડિયા લગ્ન કરીને જતાં રહેલા બન્નેએ એમનાં સબંધને નામ તો આપી દીધું હતું પરંતુ વાસ્તવમાં એ સબંધ જીવવાની શરુઆત હવે થઈ. તેઓ લગ્નજીવનની ઘડીઓ હવે માણવા તૈયાર થયા હતા, ન્યુઝીલેન્ડની ભાગદોડ અને કરિયરની શરૂઆતમાં તેઓએ રાત દિવસ એક કરી નાખ્યાં હતા અને એના ચક્કરમાં તેઓએ માત્રને માત્ર એકબીજાના સારા મિત્રો બનીને રહ્યા હતા, તેઓએ કોઈ દિવસ એક દંપતિ બનીને જીવવાની ઘેલછા નહોતી રાખી, પરંતુ અહી આવ્યા બાદ તેઓને એમનાં મિલનનો અહેસાસ થયો શ્યામા માટે શ્રેણિકે એના પ્રેમનો