પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૧

(21)
  • 2.8k
  • 2
  • 1.5k

સાંજનો એ જ સમય હતો, એ જ માહોલ, રિવરફ્રન્ટના એ જ નજારા, કોલેજીયનો, જોગર્સ અને સહેલવા આવેલા બાળકો અને ક્યાંક છૂટાછવાયા કપલ! નદીના પટમાં વિસ્તરતા દરેક વ્યક્તિ પોતાના મનમાં કંઇક ના કંઈ વિચારો સાથે વિચરી રહ્યા હતા, કોઈના હાવભાવ મનમાં સમાઈ જતાં અને કોઈના બહાર ડોકાઈ જતા. એ જ ઘડીએ સ્કાય બ્લ્યુ રંગની આછી પ્રીન્ટની સાડીમાં એક યુવાન સ્ત્રી અને એની જોડે સૂટમાં સજ્જ એવો યુવાન જોડે આવી રહ્યા હતા, જોઈને કોઈ કપલ લાગી રહ્યું હતું પરંતુ એકબીજાથી દૂર દૂર ભરાઈ રહેલા પગલાં કઈક વિચિત્ર આભાસ કરાવી રહ્યા હતા, તેઓ બીજું કોઈ નહિ એ તો સાત વર્ષ પૂર્વે લગ્ન બંધનનાં