પ્રેમ ક્ષિતિજ - ભાગ-૪૦

(25)
  • 3.3k
  • 3
  • 1.7k

"શું વિચાર્યું તમે?"- શ્રેણિક એકદમ શાંત મુદ્રામાં બેસીને શ્યામાને પૂછી રહ્યો. "શેનું?"- શ્યામાએ પ્રતિસાદ આપ્યો. "તમારે લગ્ન કરવા બાબતે? તમારે લગ્ન કરવા છે કે નહિ?"- શ્રેણિકે સીધો સવાલ પૂછી લીધો. "આઈ એમ નોટ રેડી ફોર ધિસ... બટ...." - શ્યામાએ એની નાજુક નજર નીચી કરતાં કહ્યું. "બટ? વ્હોટ?"- શ્રેણિક જરા કચવાયો, એના મનમાં થયું કે એને ઈચ્છા નથી તો અહી અમદાવાદ સુધી કેમ આવી હશે? કોઈ તો કારણ હશે ને? એના મનની વાત જાણવા એ આતુર થયો. "હું મેરેજ કરવા તૈયાર તો છું પણ હમણાં નહિ, મારે મારી જાતે મારું નામ કમાવું છે, મારી ઓળખ ઊભી કરવી છે, મારા સપનાં પૂરાં