પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૭

(20)
  • 3.1k
  • 1
  • 1.7k

સુરેન્દ્રનગર જિલ્લાથી આગળ આવતા અમદાવાદ તરફ પ્રયાણ થઈ રહ્યું, ગરમી એની માજા મૂકી રહી હતી, ફુલ્લી એસી કારમાં પણ ગરમીનો દબદબો જાણે વર્તાઈ રહ્યો હતો. રાણીપ જેવા ગીચ વિસ્તારમાં રહેતા મિત્રના ત્યાં જવાનું હતું, ટ્રાફિકની સમસ્યાને ચીરીને તેઓ પહોચ્યાં, બપોર વચ્ચે શ્યામા એની કોલેજની મુલાકાતે જઈ આવી, ને બે ચાર બહેનપણીઓ સાથે મુલાકાત કરી આવી, દિવસ તો જાણે પળભરમાં પસાર થઈ ગયો હોય એમ લાગ્યું, પાંચ વાગ્યે તે કૉલેજથી આવી એને તૈયાર થવા બેઠી. એના સિલ્કી વાળ લહેરાતા હતા, ડાયમન્ડની નજીક ટોપ્સ એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા, લાઈટ ગ્રીન રંગનો કુર્તો અને એની નીચે વ્હાઈટ રંગનો પેન્ટ એને