પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૫

(21)
  • 2.8k
  • 3
  • 1.7k

દાદાનો હુકમ અને શ્યામાની સમજૂતી એટલે રાધેકાકાનું ટેન્શન ખતમ! શ્યામા ચૂપચાપ દવા પી ગઈ, બાકી શ્યામાને એક ગોળી પીવડાવતા એમને આંખે પાણી આવી જાતે! રમીલા દાદા માટે બેસવા ખુરશી લઈને આવી, દાદા શ્યામાની બાજુમાં ખુરશી નાખીને બેઠાં, દાદા બેઠાં અને શ્યામાના મનમાં ધકધક થવા લાગ્યું, આજે તો દાદા જવાબ લીધા વગર નહિ ઊભા થાય, આખી રાત ચાલેલું મનોમંથન બાદ હવે પરીક્ષા આપવા બેઠેલી શ્યામાના મનમાં જબરી ઉથલપાથલ હતી, એના જવાબની એના જીવનમાં બહુ ગહેરી અસર થવાની હતી. "તાવ કઈ રીતે આવી ગયો તને?"- દાદા બોલ્યાં. "કઈ નહિ દાદા એ તો કાલની દોડાદોડી એટલે રહે, પણ એ તો સારું થઈ જશે."-