પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૩

(21)
  • 3.3k
  • 3
  • 1.9k

શ્રેણિકની આંખોનો ઊંઘ અમરાપર આવીને અટકી ગઈ હતી તો શ્યામાની ઊંઘ પણ જાણે શ્રેણિકના ખ્યાલોમાં ખોવાઈ ગઈ હતી, સવાર થતાંની સાથે દાદાને જવાબ આપવા માટે શ્યામા મનોમન તૈયારી કરી રહી હતી, જો દાદા એને જવાબ માટે મોકો જ નહિ આપે તો? એના સપનાંઓ ધૂળધાણી થઈ જશે તો? લગ્ન કરવા માટે એનો નિર્ણય લેવો તો પડશે જ પરંતુ એ નિર્ણય સાથે એ ખુશ થશે કે નહીં? સવારના પહોરમાં એ જલ્દી ઉઠી ગઈ અને મેડીએથી નીચે આવી, ઘરના બધા સૂતા હતા ખાલી ઘરની સ્ત્રીઓ ઊઠીને છાણ વસિદા કરતા હતા, ક્યાંક ઘમ્મર વલોણું ચાલતું હતું, તો ક્યાંક ગાયો દોહાતી ગમાણમાં ચહલપહલ હતી, એક