પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૮

(22)
  • 3.4k
  • 2
  • 1.7k

કરુણા બધાને જોઇને હેબતાઈ ગઈ હોય એમ લાગી રહ્યું હતું, જ્યારે શ્યામાએ એને બધાની સામે એની મુશ્કેલી કહેવા કહ્યું ત્યારે એનામાં હિંમત આવી, એ ઘણા સમયથી એની સાસુનો ત્રાસ સહન કરતી હતી એ આજે સૌની સામે કહેવા માટે શ્યામાએ સૌને કહી દેવા માટે એને પ્રેરિત કરી, પરંતુ એ એવી બિવાઈ ગઈ હતી કે હજીય ઠર ઠર ધ્રૂજતી હતી,છેવટે એણે મુઠ્ઠી બંધ કરીને જીભ ખોલી. "મને માજી રોજ ચિપિયાના દામ દે સે..." કહેતાંની સાથે એને એના પાલવને ઊંચો કર્યો અને એનો હાથ બતાવ્યો, એ જોઈ સૌ હેરાન રહી ગયા, એક જ હાથમાં એટલા બધા નિશાન, કાળા ધબ્બા એને લાલ થઈ ગયેલી