"કરુણાભાભી ક્યાં?"- શ્યામાએ ધડામ દઈને સવાલ પૂછ્યો. "ઇ.... ઇ તો ઘરે નથી."- ભીખીબેને થોથવાતી જીભે જવાબ આપ્યો. "કેમ?"- શ્યામાએ જરાક ઊંચા અવાજે પૂછ્યું. "મને નથી ખબર ક્યાં ગઈ છે." કરુણાની સાસુએ ઘબરતા કહ્યું. "સાચે?"- પડખંડી સવાલે ભીખીબેનને જાણે હલાવી દીધા. "માયા, જરાક જો તો ઘરમાં...કરુણા એટલામાં જ ક્યાંક હશે, એનામાં એટલી હિંમત ક્યાં કે તમને મૂકીને હાલી નીકળે?"- શ્યામાએ તીક્ષણ આંખે ભીખીબેન તરફ જોતા કહ્યું, માયા એની જોડે વર્ષાને લઈને ઘરના ઊંડે ગઈ. "બેનું, કાં આમ મારી પર તવાઈ કરો સો?"- ભીખીબેન બોલ્યાં. "હજી તો ક્યાં તવાઈ કરી જ છે? વારો તો હવે નીકળશે તમારો!" - બીજલ તો જાણે બિજલી