અચાનક સ્થિર થઈ ગયેલી ક્ષણોમાં એને પોતાનાં હાથ પર એક ઠંડી ફૂંક અનુભવાઈ. તમે ફરી એકવાર આંખો બંધ કરી. તમને આરામ થયો. તમે આંખો ખોલી અને ઘા ગાયબ જોઈ તમે હરખાયા. તમે અરીસાની ચારે તરફ જોયું અને આભારવશ નજરથી અરીસામાં જોઈ રહ્યા. આજુબાજુનું વાતાવરણ બદલાઈ ગયું હતું. "નવ્યા, શું બનાવે છે આજે જમવામાં?" અશેષનો અવાજ સાંભળી તમારાં જીવમાં જીવ આવ્યો. અશેષ અંદર આવ્યા અને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહેલાં તમને પાછળથી વળગી પડ્યા. "તું મારાં વિશે જ વિચારતી હતી ને?" અશેષે પ્રેમથી કહ્યું. "આ બધું કંઈ સારું લાગે છે? આમ ગાંડપણ છોડ અશેષ અને જલ્દી જમવાનું બનાવ નવ્યા... તારાં પપ્પાને