"હોસ્ટેલના ગેટ આગળ ગાડી ઉભી રહી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો.જલ્દી હોસ્ટેલ પહોંચવાની લ્હાયમાં અમે જલ્દી જલ્દી નાસ્તો કરીને રોડ પર ઉભા રહી ગયા હતા.હોસ્ટેલ પહોંચી ગયા એટલે ચિંતા મુક્ત થઈ ગયા. પણ ભૂખ જોરદાર લાગી હતી. અમારી હોસ્ટેલ સામે જ ગરમાગરમ દાળવડા રાતે બાર વાગ્યા સુધી બનતા રહેતા.લીના જેવી કારમાંથી ઉતરી કે તરત એની ઘાણેન્દ્રિય સક્રિય થઈ. "મિસ્ટર જીગર તમે અમને અહીં સુધી મૂકી ગયા એ બદલ આપનો ખુબ ખુબ આભાર. પણ હવે તમે દાળવડા ખાધા વગર તો નહીં જ જઈ શકો.આ સ્મિતીને ડાયેટ ચાલે છે અને નીનાને બહારનું ખાય તો તરત ઉધરસ થઈ જાય છે એટલે એ