An innocent love - Part 10

  • 2.3k
  • 1
  • 1.2k

"અરે મારી ઢીંગલી આજેતો ખૂબ રૂપાળી લાગી રહી છે ને કંઈ", એમ બોલતી મીરા સુમનના ગાલ ખેંચવા લાગી, પોતાના વખાણ સાંભળીને ખીલ ખીલ હસતી સુમનના દાડમની હારમાળા રચાઈ હોય તેવા સફેદ દુધિયા દાંત ચમકી ઉઠયા."હાસ્તો મીરા દીદી આજેતો હું પણ તમારા બધાની સાથે મોટી બધી સ્કૂલમાં આવવાની એટલે જલ્દી ઊઠી તૈયાર થઈ ગઈ", આટલું બોલતા બોલતાં જ સુમનની આંખો જાણે ચમકી રહી.સુમી બે ચોટલીવાળી, સુમી બે ચોટલી વાળી, બોલતો કિશોર પણ આજે સુમનને ખીજવવાના પૂરા મૂડમાં હતો. તે સુમનની બંને ચોટલીઓ પકડવા ગયો પણ તે પહેલાં જ સુમન ભાગવા લાગી અને સામેના રૂમમાંથી તૈયાર થઈને બહાર નીકળતા રાઘવ સાથે અથડાઈ