પાછળના ભાગમાં આપણે જોયું કે... "મા.... મા, મારી ઢીંગલી મારી રાધા મને મળી નથી રહી, મે બધે શોધી લીધું પણ તે ક્યાંય નથી મળી રહી", શાંત થતાં મીરા આખરે બોલી. "અરેરે...હે ભોળાનાથ, તું એના માટે ક્યારની દુઃખી થતી હતી અને આટલા કિંમતી આંસુ વેડફી રહી હતી? અરે મારી ઢીંગલી, તારી એ રાધા ક્યાંય નથી ખોવાણી એતો એકદમ સહીસલામત છે", બોલતા બોલતા મમતા બહેન હસી પડ્યા. હવે આગળ............. "પણ મા, તો એ મને મળતી કેમ નથી, ક્યાં છે એ, તારી પાસે છે? લાવ મને જલ્દી જલ્દી આપ, મારે મારી બહેનપણીઓ સાથે રમવા જાવું છે." એકી શ્વાસે બોલતા મીરા મમતા બહેન ઉપર