નેહડો ( The heart of Gir ) - 51

(28)
  • 4.2k
  • 2.1k

રાજપૂત સાહેબ શેરીના નાકેથી ટહેલતાં ટહેલતાં પેલા ઘરના ખૂણે ઉભેલા ગાર્ડની પાસે આવ્યા. ધીમે ધીમે રાજપૂત સાહેબે ગાર્ડ સાથે પુંજોભાઈ અને રઘુભાઈને અંદર ગયા ઘણો ટાઈમ થયો એવી ચિંતા કરી વાત કરી રહ્યાં હતાં.રાજપૂત સાહેબે ચારેબાજુ નજર કરી, પછી પેલાં મકાન પર નજર કરી કહ્યું, " તે બંનેને અંદર કંઈ તકલીફ તો નહીં આવી હોય ને? આપણે બહારથી ખડકી તોડીને હુમલો કરી દેવો છે?" પેલા બન્ને ગાર્ડ્સને પુંજોભાઈને રઘુભાઈની ધીરજ પર પૂરતો વિશ્વાસ હતો. તે જાણતા હતા કે એ બન્ને જવાન પેલા શિકારીને પણ ખબર ન પડે તેમ તેની ઉલટ તપાસ કરી રહ્યા હશે. તેણે રાજપૂત સાહેબને સાંત્વના આપીને ઘડીક