An innocent love - Part 2

  • 3k
  • 1
  • 1.7k

પાછળના ભાગમાં આપણે જોયું કે ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસેલું પણ સુવિકસિત ગામ વીરપુર જેમાં ત્યાંના સરપંચ મનોહર ભાઈ નો ખૂબ મોટો ફાળો રહેલ હતો. એમના મોટા કુટુંબની કિલકારીઓ વચ્ચે બે નિર્દોષ બાળકોની નાનપણની દોસ્તી પાંગરી રહી હતી..હવે આગળ.............. મનોહરભાઈનો લંગોટીયો મિત્ર કાનજી, બન્ને એકજ ગામમાં સાથેજ મોટા થયા. મનોહરભાઈની તુલનામાં કાનજીભાઈનું ખોરડું થોડું ઉતરતું ગણાતું પણ બંનેની આં નાણાકીય અસમાનતા ક્યારેય એમની મિત્રતાની વચ્ચે નહોતી આવી. કાનજીભાઈનાં પિતા સામાન્ય ખેત કામદાર હતા પણ કાનજીભાઈની આવડત અને ખંતથી એમની પરિસ્થિતિ થોડી સારી બની હતી જેથી એમણે પોતાનાં નાના ભાઈને શહેરમાં ભણવા મોકલ્યો હતો. ભણીગણીને સારી નોકરી લગતાજ તેણે ત્યાંની જ