પ્રેમ ક્ષિતિજ - ભાગ - ૨૬

(25)
  • 3.7k
  • 2
  • 2k

મહેમાન ગયા અને બીજીબાજુ શ્યામા ફટાફટ કપડાં બદલીને પોતાના વચન તરફ દોડી ગઈ, સવારે ઉતાવળમાં કરુણા સાથે થયેલો જે બનાવ બન્યો હતો એ એના મગજમાંથી ગયો નહોતો, એને યાદ હતું કે મહેમાન ગયા બાદ એના ઘરે જઈને બધું થાળે પાડવાની વચન એને કરુણાને આપેલું હતું, એને આ બધી વાત દાદાને કહી અને કરુણાના ઘરે જવાની પરવાનગી માગતા, "તો દાદા મારે શું કરવું જોઈએ?" "દીકરા, તું તો મારી ચારણ કન્યા સો! તારા પર મને પાક્કો વિશ્વાસ સે! જા તું તારે, કરુણા વહુની વહારે, અને જરૂર પડે તો તારા મહેશકાકાને લેતી જાજે!"- દાદાએ શ્યામાને આશિષ આપ્યા કહ્યું. "દાદા, એ તો હું એકલી