ઈચ્છાઓનો ભડકો

(14)
  • 3.7k
  • 2
  • 1.1k

પ્રિય સખી ડાયરી,આજ તારી સાથે મારા મનમાં પ્રવર્તતા અમુક પ્રશ્નો રજુ કરું છું.આમ જુવો તો એ પ્રશ્ન કઈ જ નથી અને આમ જુવોતો સ્ત્રીનું આખું જીવન...સ્ત્રી તરીકે એ જયારે આ દુનિયામાં જન્મે છે ત્યારથી જ એ પરિવારના અન્ય સભ્યોને માન આપી એમની ઈચ્છા મુજબ જ અનુસરતી આવી છે. બાળપણમાં પોતાના પપ્પા, દાદા કહે એમ રહેવાનું, થોડા મોટા થયા બાદ પતિ અને સસરાજી કહે એમ રહેવાનું, હજી થોડા મોટા થયા બાદ પુત્ર અને પતિ કહે એમ જીવનને ગાળવાનું હોય છે. અહીં તે સ્ત્રી ભણેલી હોય કે નહીં એ વસ્તુ કોઈ જ માન્ય નહીં બસ પુરુષોની વાતને માન આપીને જ જીવન ગાળવાનું