આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૬ હેવાલીને સામે એક અજાણી યુવતી જોઇ નવાઇ કરતાં ડર વધારે લાગ્યો હતો. દરવાજો પાછો બંધ કરી દેવા એનું મન કહેતું હતું. પોતાના ઘરમાં આ અજાણી યુવતી કેવી રીતે આવી ગઇ હશે? અને પોતાના રૂમના દરવાજા સુધી એને કોણે આવવા દીધી હશે? હેવાલીએ અડધા ખોલેલા દરવાજામાંથી જ પહોંચે એટલી દૂર સુધી બધી બાજુ નજર નાખી પણ મમ્મી કે પપ્પા દેખાયા નહીં.એ યુવતી શાંત ચહેરે મલકતી ઊભી હતી. હેવાલી હતપ્રભ હતી. તેના ગળામાંથી અવાજ નીકળતો ન હતો. સામે ઊભેલી યુવતી અતિ સુંદર દેખાતી હતી. જાણે આકાશમાંથી કોઇ પરી ઉતરી આવી હોય એમ લાગતું હતું. હેવાલી કલ્પના