પુંજોભાઈને રઘુભાઈ લેમ્પના પીળા પ્રકાશમાં ચારે બાજુ નજર કરીને સ્તબ્ધ થઈ ગયા. તે વિચારવા લાગ્યા, " આ નરાધમોએ કેટલા બધા પ્રાણીઓને મારીને તેનું આ ભંડકિયું ભરેલું હતું."તેમણે જોયું કે એક ખૂણામાં કાળિયારના વળવાળા શીંગડાને કોઈ કોઈ સાબરના શાખાવાળા શીંગડાનો ઢગલો પડયો હતો. દીવાલે કાળિયારના અને હરણના શિંગડા સાથેના ગળા સુધીના મોઢાનો ભાગ, તે ખરાબ ન થાય તેવી દવા ભરીને શો પીસ તરીકે ટિંગાડેલા હતા. આવા શોપીસ વિદેશમાં ખૂબ ઊંચા ભાવે વેચાઈ જાય છે. એક બાજુ અડધા વાળેલા બ્લેન્કેટ પડ્યા હતા, તેમાંથી એક બ્લેન્કેટનો છેડો ઊંચો કરી ઓહડીયાવાળાએ બતાવ્યો, "દેખો આપને કભી તેંદુવા નહીં દેખા ના! એ લો દેખ લો!" પુંજોભાઈ