તલાશ 2 - ભાગ 10

(44)
  • 4.7k
  • 2
  • 2.9k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. “સર આપણે આપણા સ્ટેટના નેતાઓ ને સપોર્ટ કરવો પડશે એટલું જ. મિનિમમ 30-40 કરોડની આ વાત છે." પેલા લોકલ નાના નેતા વહેલી સવારે ફોન પર પોતાના બોસને વિંનવી રહ્યા હતા. "પણ તને તો ખબર છે આપણે ને એના વિચારોમાં ભેદ છે." "પણ સાહેબ રૂપિયાનો કલર અને કિંમત એક જ હોય છે. આપણે સાથ આપીયે કે ન આપીયે એ લોકો કમાશે જ, અને જો આપણે વિરોધ કરશું તો પણ શું? આપણા હાથ માં કઈ નહીં આવે. પણ 30-40 કરોડ અગર