તલાશ 2 - ભાગ 9

(45)
  • 3.7k
  • 4
  • 2.3k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. હોટલના પ્રવેશદ્વાર પાસે આવીને ઉભેલી પોલીસની ગાડીઓમાંથી ધડાધડ 4 પોલીસ ઉતર્યા અને હોટલના રિસેપશન તરફ આગળ વધ્યા. બીજી એક કાર માં આવેલા વિલિયમ આર્ચરે સિન્થિયા ને ફોન જોડ્યો.અને કહ્યું. "સિંથી તું ક્યાં છે?" "હોટલ નો પાછલો ગેટ છે ત્યાં એક ખંડેરમાં માર્શાને કેદ કરી હતી એને ભયંકર ટોર્ચર કરવામાં આવી છે. હું અને જીતુભા એને લઈને હોટેલના ગેટ પાસે પહોંચીયે છે. તું એક એમ્બ્યુલન્સ બોલાવી રાખ." "ઓકે. પણ પેલા હુમલાખોરો?" "એ લોકો અમારા હાથમાંથી છટકી ગયા છે. અને હોટલમાં