સરજુ

  • 3.3k
  • 2
  • 1.1k

ચાય બોલો ચા....ય ગરમા ગરમ ચા....ય પકોડા...ગરમ પકોડા...ગરમ,ખાનેવલા હો જાયે નરમ સરજુ પોતાની ચકળવકળ આંખે છુપાઈને બધું જોતો હતો,ચા,પકોડા,વેફર,અને સ્ટેશન પર મળતી અવનવી વાનગીની સુગંધથી તેના મોંમાં પાણી આવી ગયું હતું, પણ... એ છોકરા અંદર જા..અહીંયાથી પડી જવાય જા.. અને એક ધક્કા સાથે સરજુ સીધો અંદર ચાલ્યો ગયો.એક સીટના ખૂણે જરા અમથી જગ્યામાં તે સંકોચાઈને બેસી ગયો.તેના કપડા અને ચેહરાનું નૂર તેની અમિરાઈની ચાડી ખાતા હતા. ધીમે ધીમે ટ્રેન ભરાવા લાગી,જાણે એક નાનું ગામ ઉભુ થઈ ગયું,અલગ અલગ જાત અને ભાતના માણસોનો મેળો લાગ્યો.કોઈ વાતો કરતા હતા,કોઈ પ્રેમ ગોષ્ટી,કોઈ પોતાના નાના બાળકને વહાલ કરતું હતું,અને કોઈ પોતાની જિંદગી ની સાંજની