ધૂપ-છાઁવ - 63

(26)
  • 4.2k
  • 3
  • 2.5k

ઈશાન તો નમીતાના આવા દુઃખદ સમાચાર સાંભળીને જ ચોંકી ઉઠ્યો હતો અને તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. સતત એક જ સવાલ તેના વિચારશીલ મનને મૂંઝવી રહ્યો હતો કે, નમીતાની મેં આટલી બધી સેવા કરી, હું તેને આટલો બધો સપોર્ટ કરતો રહ્યો તો પછી તેણે આવું પગલું કેમ ભર્યું હશે ? મારી નમીતા મને છોડીને કેમ ચાલી ગઈ ? હે ઈશ્વર આ તેણે શું કર્યું ? અને પોતે નમીતાને અહીં હોસ્પિટલમાં પાછી મૂકી ગયો તે માટે તેને પસ્તાવો પણ થવા લાગ્યો. પણ હવે શું થાય ? હવે તેના હાથમાં કંઈ જ નહોતું. નમીતા આવું પગલું ભરશે તેવું તો