નવા સફરની શરૂઆત મહાદેવને યાદ કરીને!ॐ त्र्यम्बकं यजामहे सुगन्धें पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्॥આ વાર્તા એક એવા સમયમાં લઈ જશે જ્યાં સ્ત્રીનો જન્મ અભિશ્રાપ માનવામાં આવતો હતો. ત્યાં જન્મ લેતી દરેક બાળકીને દૂધ પિતી કરવામાં આવતી. લગ્ન પછી ત્યાં આવતી સ્ત્રી પોતાનું પિયર ભૂલતી અથવા તો તેના બાપને એટલો દહેજ આપવો પડતો કે દીકરીના બાપના ઘરમાં ખાવા માટે દાણોય ન રહેતો. એક શેઠનો એટલો ત્રાસ કે આખા ગામની મહિલાઓ એકસાથે ગામ છોડવા તૈયાર થઈ ગઈ અને પછી કંઇક એવું બન્યું કે જેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય!શિવને સમુદ્રમંથનમાંથી નીકળેલ વિષનું પાન કરવું પડ્યું હતું કેમ તે દેવતાઓના ભાગમાં આવ્યું હતું