આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૫ હેવાલીએ જાગીને જોયું કે સૂરજ ઊગી ગયો હતો અને ઘણો ઉપર ચઢી ગયો હતો. ત્યારે જ દિયાનની કાર બંગલાના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી રહી હતી. તેને થયું કે ગઇકાલે દિયાન આવ્યો ત્યારે એણે દરવાજો ખોલ્યો ન હતો. આ કારણે એ બહુ નારાજ થયો હોય શકે. પોતે દરવાજો ખોલી શકે એમ ન હતી. અને દરવાજો ના ખોલીને પોતે સારું જ કર્યું હતું. શિનામિ ખુશ થઇ હશે અને મેવાન પણ ખુશ જ હતો. રાત્રે દરવાજો ના ખોલ્યો એટલે અત્યારે દિયાન જતો રહ્યો છે? કે પછી જે રીતે મેવાને મને મારા ઘરે જવા કહ્યું છે એ રીતે શિનામિએ