ભેદ ભરમ - ભાગ 11 (સુપર રાઈટર એવોર્ડ 2021)

(36)
  • 6.7k
  • 3.1k

હરમન, જમાલ અને ધીરજભાઈ ત્રણેયજણ પ્રોફેસર સુનિતા ખત્રીના ઘરનાં મુખ્ય ઝાંપાની બહાર આવ્યા હતા. “ધીરજભાઈ, હવે વાસણોને જોઈ લઈએ. જેના કારણે આપણે દરેકના જીવનના છુપાયેલા રાઝ જાણવા પડ્યા.” હરમને ધીરજભાઈ સામે જોઈ કહ્યું હતું. “હા, સાચી વાત છે, હરમનભાઈ, હું વર્ષોથી આ સોસાયટીમાં રહું છું, પરંતુ મારા જ સોસાયટીના સભ્યોની એમના જીવનમાં ઘટેલી વાતોથી હું પણ અજાણ હતો. જેની જાણ મને તમારી પૂછપરછ દરમ્યાન જ થઇ. ચાલો આપણે મારા ગેરેજમાં જઈએ. જ્યાં મેં આ બધા વાસણો સાચવીને મૂકી રાખ્યા છે.” આટલું બોલી ધીરજભાઈ પોતાના ગેરેજ તરફ ચાલવા લાગ્યા હતા. હરમન અને જમાલ બંને એમની પાછળ-પાછળ એમના ગેરેજમાં દાખલ થયા હતા.