એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૫૧

  • 4.1k
  • 1
  • 1.6k

નકુલ,માનુજ અને દિપાલી સલોનીને લઈને ત્યાંથી દૂર વોલ્વો તરફ ચાલ્યા ગયા.શ્રેયા ત્યાં ઉભી હતી પણ આજનું નિત્યાનું મહાકાલીનું રૂપ જોઈને એ પણ ત્યાંથી જતી રહી.દેવ નિત્યાને લઈને એક બાજુ કોફીશોપમાં ગાર્ડન જેવો એરિયા હતો ત્યાં ગયો. "નિત્યા શાંત થઈ જા,એમાં સલોનીની ભૂલ નથી" "હું શાંત જ છું.તને ખબર નથી એણે શું કર્યું છે.મારો બસ ચાલત તો હું એને હજી એક-બે થપ્પડ લગાવી દેત"નિત્યા હજી પણ ગુસ્સામાં બોલી રહી હતી. "એને હાથલારીને ધક્કો માર્યો એ જ ને?"દેવે નિત્યાનો હાથ પોતાના હાથમાં લેતા પૂછ્યું. "હા,અને એ વાત તું આટલું શાંતીથી કેમ કહી રહ્યો છે.જો તને ખબર હતી કે એને આટલું ખરાબ કામ