એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૫૦

  • 3.6k
  • 1
  • 1.5k

સાંજના ૬:૧૫ એ ફરતા ફરતા મોલ રોડ પર પહોંચ્યા.અંધારું થઈ ગયું હોવાથી ત્યાંની લાઇટિંગનો નજારો જ કંઈક અલગ હતો.ત્યાં એમ જ ફરવાની બહુ જ મજા આવે એવું હતું.ત્યાં ખૂબ જ ભીડ હતી.મનાલીમાં મોલ રોડ પર દિવસ કરતા સાંજ અને રાતના સમયે વધારે ભીડ ઉમળતી.એટલી ઠંડીમાં પણ લોકો રોડ પર વોક માટે તો કેટલાક પ્રવાસીઓ શોપીંગ કરવા માટે ત્યાં આવતા.ત્યાં નજીકમાં અમુક શોપ હતી એમાંથી બધાએ શોપિંગ કર્યું.સલોની અને શ્રેયાએ તો એક બેગ ભરાઈ જાય એટલા કપડાં જ ત્યાંથી ખરીદ્યા અને એના સિવાય બીજી વસ્તુઓ લેવાની બાકી હતી જેના માટે એ બંને મોલ રોડ તરફ આગળ વધ્યા.બાકીનાએ જે જોઈતું હતું એ